News Portal...

Breaking News :

ગોત્રી બસ ટર્મિનલ સ્ટેશન ખાતે પી.એમ.એ બસ સેવા અંતર્ગત નવી બસોની કામગીરીને લઈને મહત્વપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું

2026-04-23 14:24:17
ગોત્રી બસ ટર્મિનલ સ્ટેશન ખાતે પી.એમ.એ બસ સેવા અંતર્ગત નવી બસોની કામગીરીને લઈને મહત્વપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું


શહેરમાંથી આ ક્ષણે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે…


ગોત્રી બસ ટર્મિનલ સ્ટેશન ખાતે આજે પી.એમ.એ બસ સેવા અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાને મળેલ નવી બસોની કામગીરીને લઈને મહત્વપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. માનનીય મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ગોત્રી સ્થિત ચાર્જિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ ઇલેક્ટ્રિક બસોની સ્થિતિ, ચાર્જિંગ સુવિધા અને સમગ્ર વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો.


શહેરમાં જાહેર પરિવહન વધુ સક્ષમ અને પર્યાવરણ મૈત્રી બનાવવાના હેતુથી આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.અધિકારીઓ દ્વારા બસ સેવા વધુ અસરકારક રીતે શરૂ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Reporter: admin

Related Post