News Portal...

Breaking News :

પાટીદાર સમાજના જૂથો વચ્ચે વિવાદ: એટ્રોસિટીની કલમ દૂર કરવા શ્રી સરદાર પટેલ સેવા દળની માંગ

2026-04-23 14:17:36
પાટીદાર સમાજના જૂથો વચ્ચે વિવાદ: એટ્રોસિટીની કલમ દૂર કરવા શ્રી સરદાર પટેલ સેવા દળની માંગ


ડભોઈ પંથકમાં પાટીદાર સમાજના બે જૂથો વચ્ચે થયેલી મારામારી બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદ મામલે સરદાર પટેલ સેવા દળ મેદાનમાં આવ્યું છે. 


સંસ્થા દ્વારા વડોદરામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આક્ષેપ કરાયો છે કે રાજકીય અદાવત રાખીને આ કેસમાં જાણીજોઈને 'એટ્રોસિટી'ની ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.સેવા દળના અગ્રણીઓએ જણાવ્યું કે, ચૂંટણીના માહોલમાં અંગત અને રાજકીય સ્વાર્થ માટે સમાજના જ લોકો સામસામે આવ્યા છે. આવી કલમો લગાવવાથી પાટીદાર સમાજમાં કાયમી વેરઝેર અને વિખવાદ ઊભો થવાની ભીતિ છે. સત્તા તો આવતી-જતી રહેશે, પરંતુ સમાજની એકતા જળવાઈ રહેવી જરૂરી છે.


સંસ્થાએ માંગ કરી છે કે આ ફરિયાદમાંથી એટ્રોસિટીની કલમો તાત્કાલિક રદ કરવામાં આવે અને મામલાને લોકશાહી ઢબે ઉકેલવામાં આવે. જો આ વિખવાદ ન અટક્યો તો ભવિષ્યમાં સામાજિક એકતા જોખમાઈ શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ મુદ્દે હવે પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા મહત્વની બની રહેશે.

Reporter: admin

Related Post