News Portal...

Breaking News :

છેલ્લા પાંચેક વર્ષથી બીએસસીમાં પ્રવેશ લેનારાની જ સંખ્યા ઘટી : પાદરા કોલેજ ખાતે બીએસસી હાયર પેમેન્ટમાં માત્ર માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રીમાં જ પ્રવેશ આપવામાં આવશે

2026-04-23 12:31:36
છેલ્લા પાંચેક વર્ષથી બીએસસીમાં પ્રવેશ લેનારાની જ સંખ્યા ઘટી : પાદરા કોલેજ ખાતે બીએસસી હાયર પેમેન્ટમાં માત્ર માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રીમાં જ પ્રવેશ આપવામાં આવશે


વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એફવાયબીએસસીમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાના કારણે ફેકલ્ટી સત્તાધીશોએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.


મળતી વિગતો પ્રમાણે નવા શૈક્ષણિક વર્ષથી  બીએસસી હાયર પેમેન્ટમાં માત્ર માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રીમાં જ પ્રવેશ આપવામાં આવશે.આ સિવાયના બીજા હાયર પેમેન્ટ કોર્સ બંધ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે,  સાયન્સ ફેકલ્ટીમાં ગ્રાન્ટ ઈન એઈડ હેઠળના વિવિધ બીએસસી કોર્સની ૧૨૦૦ જેટલી બેઠકો છે.બીએસસીમાં પ્રવેશ માટે વધેલા ધસારાના કારણે સત્તાધીશોએ ૨૦૧૫થી વધારાની હાયર પેમેન્ટ બેઠકો પર પ્રવેશ આપવાનું શરુ કર્યું હતું.પાંચ વર્ષમાં પાદરા કોલેજ ખાતે આ માટે લેબોરેટરીની સુવિધા સાથે અલાયદું બિલ્ડિંગ પણ ઉભું કરવામાં આવ્યું હતું.


જોકે છેલ્લા પાંચેક વર્ષથી બીએસસીમાં પ્રવેશ લેનારાની જ સંખ્યા ઘટી હોવાથી તેની અસર હાયર પેમેન્ટ બેઠકો પર પડી છે.ગત વર્ષે પણ  પાદરા કોલેજેમાં માઈક્રોબાયોલોજી અને કેમેસ્ટ્રીને બાદ કરતા બાકીના કોર્સની મોટાભાગની બેઠકો ખાલી રહી હતી.જેના કારણે નવા શૈક્ષણિક વર્ષથી સત્તાધીશો  બીએસસી હાયર પેમેન્ટના ફિઝિક્સ, ઝૂલોજી, મેથ્સ, બોટનીની બેઠકો પર પ્રવેશ નહીં આપે.તેની સાથે સાથે કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજીની હાયર પેમેન્ટ બેઠકો પર પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને પણ તબક્કાવાર એમ.એસ.યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

Reporter: admin

Related Post