સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં સરકાર અને અનેક સંસ્થાઓ પ્રયત્નો કરવામાં આવે છે કે વધુમાં વધુ મતદાન થાય ત્યારે વડોદરા શહેરની છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ ગૌરવ પવળે અને મંડળીના વ્યવસ્થાપક દ્વારા ઇલેક્શનમાં નવી પહેલ કરવામાં આવી છે જેમાં મતદાન કરશો તો મળશે વ્યાજમાં રાહત આપવાની જાહેરાત...
આગામી મતદાન કરવામાં વધુમાં વધુ મતદાન લોકો કરે તે માટે વડોદરા શહેરના બરાનપુરા સ્થિત આવેલ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને સાત દિવસ સુધી સભાસદોને ફિક્સ ડિપોઝીટ (એફ.ડી.)પર અડધો ટકા વધારો કરાશે.
જ્યારે લોન મેળવનાર તથા તેમના જામીનદારોએ મતદાન કર્યું હશે તેવા લોનધારકો પાસે લોનમાં 1% ઓછું વ્યાજ લેવામાં આવશે. આ અંગેની જાહેરાત અધ્યક્ષ ગૌરવ પવળે દ્વારા કરવામાં આવી છે.
Reporter: admin







