વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી પાસે મુખ્ય પાણી સપ્લાય લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી.

લાઇન ફાટતા ભારે દબાણ સાથે મોટી માત્રામાં પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાના પગલે રસ્તાઓ પર પાણીના પ્રવાહ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. અનેક વાહનચાલકોને પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થવામાં મુશ્કેલી પડી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, મુખ્ય લાઇન ફાટવાના કારણે લાખો લિટર પાણી ગટરોમાં વહી ગયું છે. સાથે જ આ લાઇન પરથી પાણી સપ્લાય મેળવતા વિસ્તારોમાં આગામી દિવસોમાં પાણીની અછત સર્જાય તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી પાણીનો બગાડ અટકાવવા તેમજ નિયમિત પાણી પુરવઠો જાળવવા માંગ કરી છે.


Reporter: admin







