સબકો સન્મતિ દે ભગવાન
અલ્પેશ લિંબાચીયાના નિવેદનથી વિવાદ ભભૂક્યો! પ્રચારમાં ઉગ્ર ભાષા પર સવાલો...
અશાંત ધારા અને “ઘૂસવા નહીં દે” જેવી ટિપ્પણીઓએ રાજકીય માહોલ ગરમાવ્યો...
ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સંકેતોવાળી ભાષા સામે ટીકા તેજ, નિવેદનથી રાજકીય તણાવ વધ્યો
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાનનો દિવસ નજીક આવતા જ નેતાઓ ચૂંટણી પ્રચારના જોશમાં ભાન ભૂલવા લાગ્યા છે. તાજેતરમાં જ ભાજપમાં ઘર વાપસી કરનાર પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લિંબાચીયાએ વિવાદિત નિવેદન કર્યું છે.છાણી ટીપી 13માં પ્રચાર દરમિયાન લોકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે તમારા વિસ્તારમાં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મી અને એક પણ મુસ્લિમને ઘૂસવા નહીં દે—આ ભારતીય જનતા પાર્ટી છે.તેમણે વધુમાં કહ્યું કે મને જાણવા મળ્યું છે કે આટલા ફ્લેટ્સમાં પણ સાત-આઠ-દસ ઘર જ વિધર્મી લોકોના છે.
આપણા લોકો સાત-આઠ વિધર્મી લોકોથી ડરતા હોય છે, જ્યારે આપણા 500 ઘર હોવા છતાં પણ ડરતા નથી. તેઓ અમારી વચ્ચે છાતી ખોલીને આવે છે.એ લોકો પાંચથી સાત લોકો આપણા વિસ્તારમાં રહેવા આવે તો પણ આપણે શું કરીશું? આવા પ્રશ્નો ઉભા થાય છે. આપણે મજબૂતીથી આ સમાજનો સામનો કરવો જોઈએ અને તેમની સામે લડવું જોઈએ.ભાજપ અશાંત ધારાનો કાયદો લાવી છે, જે આવા લોકોને પાઠ ભણાવવા માટે છે. ટીપી 13માં અશાંત ધારાનો કાયદો લાવવામાં આવશે. એક પણ વિધર્મીને ઘૂસવા નહીં દે—આ ભારતીય જનતા પાર્ટી છે.
Reporter: admin







