ICMAI - WIRC ના બરોડા ચેપ્ટર દ્વારા જ્ઞાનોત્સવ શિર્ષક હેઠળ બે દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરાયું છે.
જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રીઝનલ કાઉન્સિલમા આવતા 6 રાજ્યોમાંથી CMA નો અભ્યાસ કરતા 800 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિશે માહિતી આપતા ICMAI - WIRC ના વાઈસ ચેરમેન અને કોન્ફરન્સના કન્વીનર CMA મિહિર વ્યાસ સાથે ICMAI બરોડા ચેપ્ટરના ચેરમેન અને કોન્ફરન્સના કો - કન્વીનર CMA પ્રિયાંક વ્યાસે જણાવ્યું હતું કે, જ્ઞાનોત્સવ શિર્ષક હેઠળ આયોજિત કોન્ફરન્સની થીમ લર્નિંગ ફોર બેટર ટુમોરો રાખવામાં આવી છે.
બે દિવસીય કોન્ફરન્સમા વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ અને પ્રગતિ માટે મોક પર્લામેન્ટ સાથે PPT અને સ્ટાર્ટઅપ નેક્સ્ટ જનરેશન વિષયે સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સાથે શહેરમાં યોજાઈ રહેલી પહેલી ICMAI - WIRC ની સ્ટુડન્ટ કોન્ફરન્સમા સાંસદ ડૉ. હેમાંગ જોષી, મિસ ટીન ઇન્ટરનેશનલ ( ૨૦૧૯ ) ની વિજેતા અને ફેમિના મિસ ઈન્ડિયા ( ૨૦૨૪ ) ની સેકન્ડ રનર-અપ આયુષી ધોળકિયા અને BAPS ના સંત અને મોટીવેશનલ સ્પીકર એવા ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીએ વિદ્યાર્થીઓને ખાસ પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું હતું.
Reporter: admin