News Portal...

Breaking News :

તાંદલજા વિસ્તારમાં મધરાતે સરતાજ કોમ્પલેક્ષના એક મકાનમાં આગ

2025-02-04 13:57:57
તાંદલજા વિસ્તારમાં મધરાતે સરતાજ કોમ્પલેક્ષના એક મકાનમાં આગ


વડોદરા : શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સરતાજ કોમ્પલેક્ષના ત્રીજા માળે ગત મધરાતે અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


સમયસૂચકતા વાપરીને ઘરના સભ્યો બહાર નિકળી જતા કોઇ ઇજા કે જાનહાનિ થવા પામી ન હતી આગ એટલી ભયંકર હતી કે ઘરવખરી નો સામાન બળીને ખાક થઇ ગયો હતો.આસપાસના લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું.


બનાવની જાણ થતાં વાસણા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાને પગલે વીજ કંપનીના કર્મચારીઓએ વીજ પૂરવઠો અટકાવ્યો હતો.આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું.

Reporter: admin

Related Post