News Portal...

Breaking News :

હાલોલ નગર પાલિકામાં ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર

2025-02-04 17:32:37
હાલોલ નગર પાલિકામાં ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર


હાલોલ : પંચમહાલની હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. 


ભાજપ 20 બેઠકો પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે. ચૂંટણી અધિકારી દ્વારા 9 વોર્ડની 36 બેઠકો માટે 72 માંથી 67 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા, 5 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના 4 અને આપનું 1 ફોર્મ સામેલ છે. ત્યારબાદ 15 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધા હતા. 


હાલ સમાચાર સામે આવી રહ્યા છે કે, હાલોલ નગરપાલિકામાં ભાજપના 20 ઉમેદવારો બિનહરીફ થયા છે. 9 વોર્ડમાંથી 5 વોર્ડમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે. કોંગ્રેસ પેનલે ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. બીજી તરફ ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા દબાણ કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

Reporter: admin

Related Post