વડોદરા : પાદરા તાલુકાના ભોજ ગામે વૃક્ષ પરથી પટકાયેલા ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજયું હતું. જ્યારે પાદરાના ગાયત્રી 4 મંદિરમાં વૃદ્ધ પડી જવાથી ઇજાગ્રસ્ત બન્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ પાદરા તાલુકાના ભોજ ગામે સાકરિયા કોલોનીમાં રહેતા ૪૭ વર્ષના ખેડૂત સુરેશ મંગળ પરમાર ગત બપોરે ત્રણ વાગ્યે પ્રમોદ ભગવાન પટેલના ખેતરમાં કામ કરતા દરમિયાન સરગવાનું વૃક્ષ જોઈને તેની પરથી સરગવાની સિંગ તોડવા માટે ચડયા હતા. ત્યારે ડાળી તૂટી પડવાથી જમીન પર પટકાયા હતા. તેમને સારવાર ચી માટે વડુ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં શહેરના ગાજરાવાડીમાં ત્રીજા માળેથી વૃદ્ધ પડી ગયા હતા તેમને ઈજા પહોંચી હોવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગાજરાવાડી સુએજ પંપીંગ સ્ટેશનની પાસે રહેતા 90 વર્ષના ઉદયસિંહ ખાટુ ભાઈ વણઝારા ગત સાંજે ૬:૩૦ વાગ્યે પોતાના ઘરના ત્રીજા માળેથી અકસ્માતે નીચે પડી ગયા હતા. તેથી તેમને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાણીગેટ પોલીસના કહેવા મુજબ તેમની હાલત સુધારા પર છે.મંદિરમાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધ રામદેવ ગુરુચરણ તિવારી ગત બપોરે ત્રણ વાગ્યે મંદિરમાં પડી જતા ઈજાગ્રસ્ત બન્યા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Reporter: admin