વિશ્વમાં દરરોજ કેન્સરથી હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે વ્યસનના ખોટા રસ્તે જઈને પોતાનું અને પરિવારનું જીવન મુશ્કેલીઓમાં ધકેલી દે છે.

ત્યારે સાવલી ખાતે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટો અને સ્ટાફ દ્વારા આજરોજ લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા આવે અને લોકો અને ખાસ કરીને જે યુવાધન આજનું વ્યસનના રવાડે ચડ્યું છે જેને લઈને નાની ઉંમરમાં પોતાનો જીવ ગુમાવવો પડે છે અને જેના લીધે માનસિક અને આર્થિક રીતે પોતાના ઘરનું સ્તર નીચું જતું રહે છે

આવું ન થાય તેને લઈને મેડિકલના સ્ટુડન્ટોએ આજ રોજ એકાંકી દ્વારા પોસ્ટર દ્વારા કેન્સર રિલેટેડ સ્પીચ આપીને લોકોમાં જાગૃતતા લાવવાનો એક અનેરો અને સરાહનીય પ્રયાસ કર્યો છે. આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કેન્સર પ્રત્યે જાગૃતતા આવે અને લોકો કુદરતે આપેલો અમૂલ્ય જીવન મોતના મુખમાં ધકેલેના અને વ્યસન મુક્ત રહી સુંદર જીવન જીવે તે હેતુ હતો


Reporter: admin