News Portal...

Breaking News :

10 અને 20ના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં છે

2025-02-04 13:28:24
10 અને 20ના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં છે


દિલ્હી : કેદ્ર સરકારે 10 અને 20 ના સિક્કા તેમજ નોટને લઈને મોટી જાણકારી આપી છે. આ જવાબમાં લોકોના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નો તેમજ શંકાનું નિરાકરણ કરવામાં આવ્યું છે.


 નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, દેશમાં હાલ 10 રૂપિયાના કેટલાં સિક્કા અને નોટ ચાલી રહ્યા છે? જેના જવાબમાં નાણાં મંત્રાલયે જણાવ્યું કે, આજે પણ 10 અને 20ના સિક્કા અને નોટ છપાઈ રહ્યા છે અને ચલણમાં છે. 31 ડિસેમ્બર 2024 સુધી 2,52,886 લાખ 10 રૂપિયાની નોટ બજારમાં ચાલી રહી છે, જેની કિંમત 25,289 કરોડ છે. વળી, 31 ડિસેમ્બર 2024 સુધી દેશમાં 79,502 લાખ 10 રૂપિયાના સિક્કા બજારમાં હાજર છે, જેની કિંમત 7950 કરોડ રૂપિયા છે. 


નાણાં મંત્રાલયને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, શું દેશમાં 20 રૂપિયાની નવી નોટ છાપવા પર રોક લગાવવામાં આવી છે? આ સવાલનો જવાબ આપતાં નાણાં મંત્રાલયે કહ્યું કે, આ સત્ય નથી. એટલે સ્પષ્ટ છે કે, ભલે બજારમાં 10 અને 20 રૂપિયાની નોટ અને સિક્કા આપણને ઓછા જોવા મળતા હોય, પરંતુ તે ચલણમાં છે. સમયાંતરે બંધ થવા તેમજ ચલણથી બહાર હોવાની ખબર સામે આવે છે, તે સંપૂર્ણપણે ભ્રામક છે.

Reporter: admin

Related Post