News Portal...

Breaking News :

IPS અધિકારી અભય ચુડાસમાએ વયનિવૃત્તિ પહેલાં રાજીનામું આપ્યું

2025-02-04 13:26:01
IPS અધિકારી અભય ચુડાસમાએ વયનિવૃત્તિ પહેલાં રાજીનામું આપ્યું


અમદાવાદ : પોલીસ બેડામાં IPS અધિકારી અભય ચુડાસમાએ વયનિવૃત્તિ પહેલાં રાજીનામું આપ્યું છે. તેઓ 1998 બેચના IPS અધિકારી છે અને ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા. હાલમાં પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા. 


અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે, 'હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ.' જેથી હવે નિવૃત્તિ બાદ સમાજસેવામાં કાર્યોમાં જોડાશે એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. અભય ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમને નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે ડીવાય.એસ.પી.  તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું. 


તેમને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ જ મહિનામાં નિવૃત્ત થવાના હોવા છતાં વહેલા રાજીનામાં કારણે તેમના અનેક સાથી પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. જોકે રાજીનામાં પાછળ શું કારણ છે તે અંગે ચુડાસમાએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

Reporter: admin

Related Post