સૂકી કચોરી બનાવવા માટેની સામગ્રીમાં 2 કપ મેંદો, મીઠુ અને તેલ જરૂર પ્રમાણે, 1 કપ બેસન, 1 ચમચી લાલ મરચું, હળદર, ગરમ મસાલો, 1 ચમચી અદ્યકચરા વાટેલા મરી, 2 ચમચી ખજૂર- આમલીની ચટણી, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી સેકેલી વરિયાળી, 1 ચમચી તલ, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી ખસખસ, 1 કપ વાટેલા કાજુ, 10 કિસમિસ, 1 ચમચી દરેલી ખાંડ જરૂરી છે.
એક જાડા તળિયા વાળા વાસણમાં બેસન સેકી લેવું.બીજા વાસણમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકી તેમાં બેસન, ચટણી,મીઠુ અને ખાંડ સિવાય બધું ઉમેરી પાંચ મિનિટ સેકાવા દેવું. હવે તેમાં ખાંડ અને મીઠુ ઉમેરી મિક્સ કરી લેવું.ત્યારબાદ ગેસ બન્ધ કરી તેને ઠન્ડુ થવા દેવું. હવે મેંદાના લોટમાં મીઠુ અને મોણ ઉમેરી કઠણ લોટ બાંધી લેવો અને તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપવો.
હવે લોટના સરખા લુઆ કરી પુરીની સાઈઝમાં વણી લેવી. હવે તેમાં એક ચમચી જેટલું મિક્ષર લઇ ભરી બધી બાજુથી સરખું બન્ધ કરી કવર કરી લેવું. અને બોલ જેવો આકાર આપી દેવો. હવે તેલ ગરમ કરવા મૂકી બોલ ને ગોલ્ડન બ્રાઉન થાઈ ત્યાં સુધી તળી લેવા. માત્ર થોડા સમયમાં ડ્રાય કચોરી તૈયાર થઈ જશે અને તે સ્ટોર કરી રાખી શકાશે.
Reporter: admin