વડોદરા: વાસણા ભાયલી રોડ પર સાયકલ લઈને જતા વિદ્યાર્થીને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. જેમાં વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જોકે અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ભાગી ગયો હોય પોલીસે તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.વડોદરા શહેરના ગોરવા સુભાનપુરા વિસ્તારમાં ગંગા જમના સોસાયટીમાં રહેતા તપનકુમાર વિજયભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે કે હું ઓપ્ટીમમ શોલ્યુશન નામની કંપની સુભાનપુરા ખાતે નોકરી કરૂ છું. ગત ૧ ફેબ્રુઆરીના રોજ સવારના સાત વાગ્યાના સુમારે મારો દિકરો નામે રૂદ્ર પટેલ અમારા ઘરેથી નિકળી અને વાસણા રોડ ખાતે આવેલી બ્રાઈટ ડે સ્કૂલમાં ગયો હતો અને સ્કુલથી છુટી અને સ્કુલમાંથી પ્રોજેક્ટ આપેલ હોય જેનુ કામ કરવા માટે વાસણા રોડ ખાતે રહેતા તેનો મિત્ર તન્મયસિંહ સ્વતંત્રસિંહના ઘરે ગયો હતો અને પ્રોજેક્ટનું કામ કરતા હતા.
તે વખતે પ્રોજેક્ટ નુ કામ કરવામાં માટે વસ્તુની જરૂર પડતા મારો દિકરો તેના મિત્ર તન્મયસિંહની સાથે તેની સાયકલ લઈ તેના ઘરેથી બપોરના ચાર વાગ્યાના સુમારે વાસણા ભાયલી રોડ ફાયર સ્ટેશનની બાજુમા સ્ટેશનરીની દુકાને વસ્તુ લેવા માટે નીકળ્યા હતા. તે વખતે બપોરના સાડા ચાર વાગ્યાના સુમારે વાસણા રોડ ફાયર સ્ટેશનની બાજુના ચાર રસ્તા ઉપર આવતા એક ટૂંકના ચાલક પોતાનું ટ્રક પુરઝડપે હંકારી મારા દીકરાની સાઈકલ સાથે પાછળથી અથાડી દેતા મારો દિકરો રુદ્ધ સાઈકલ ઉપરથી નિચે પટકાયો હતો. જેમા મારા દિકરાને ગંભીર ઈજા થઈ હતી. જેથી આજુબાજુના લોકો ભેગા થઈ જતા ટ્રકનો ચાલક પોતાનુ ટક ત્યાંજ મુકી ભાગી ગયો હતો. રાહદારીએ ૧૦૮ એમ્યુલન્સમા ફોન કરતા મારા દિકરાને સારવાર માટે ફાયર સ્ટેશનની સામે આવેલા રાણેરવર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
Reporter: admin