News Portal...

Breaking News :

ગુરુદેવ રવિ શંકર પહોંચ્યા મહાકુંભ; વસંત પંચમી પર સંગમમાં કર્યું સ્નાન

2025-02-04 18:39:36
ગુરુદેવ રવિ શંકર પહોંચ્યા મહાકુંભ; વસંત પંચમી પર સંગમમાં કર્યું સ્નાન


પ્રયાગરાજ, 3 ફેબ્રુઆરી 2025: વસંત પંચમીના શુભ અવસરે, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી કુંભ મેળા દરમિયાન અનેક મહત્વપૂર્ણ આધ્યાત્મિક વિધિઓમાં ભાગ લીધો, ત્યાં અનેક અખાડાના સાધુ-સંતો સાથે મુલાકાત કરી અને હજારો શ્રદ્ધાળુઓ માટે ધ્યાન સત્રનું આયોજન કર્યું.


પ્રયાગરાજ આગમન પર, ગુરુદેવ પ્રથમ મહર્ષિ મહેશ યોગીજીના સ્મૃતિ સ્થાને પહોંચ્યા, પછી પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદજીના આશ્રમમાં જઈને સંગમ ઘાટના દર્શન કર્યા. ગુરુદેવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ મુલાકાત કરી અને તેમને મહાકુંભની શુભેચ્છા આપી.2 ફેબ્રુઆરીની સવારે, ગુરુદેવે સૌપ્રથમ “આર્ટ ઓફ લિવિંગ” કેમ્પથી 800 મીટર દૂર આવેલ નાગવાસુકી ઘાટ પર દેશ-વિદેશથી આવેલા અનુયાયીઓ સાથે ગંગા સ્નાન કર્યું. ત્યારબાદ, ગુરુદેવ સીધા સતુઆ બાબાના આશ્રમમાં ગયા, જ્યાં તેમણે બાબા સાથે આધ્યાત્મિક ચર્ચા કરી.ગુરુદેવ સ્વામી અવધેશાનંદ ગિરીજીના પ્રયાગરાજ આશ્રમ પણ પહોંચ્યા. વસંત પંચમીના અવસરે, ગુરુદેવે સંગમમાં શ્રદ્ધાની ડુબકી લગાવી અને દિગંબર અખાડાના સાધુ-સંતો સાથે આત્મીય મુલાકાત કરી.મહાકુંભ દરમિયાન, ગુરુદેવની સંસ્થા તત્ત્વ” દ્વારા 250 ટન ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 


વસંત પંચમીના વિશેષ અવસરે, વિવિધ સાધુ-સંતો દ્વારા આયોજિત ભંડાર માટે 10 ટન ખાદ્ય સામગ્રી દાન કરવામાં આવી, જેમાં ઘી, દાળ, મસાલા અને બિસ્કિટ વગેરેનો સમાવેશ થાય છે. સેક્ટર 8, બજરંગદાસ માર્ગ પર “આર્ટ ઓફ લિવિંગ” કેમ્પમાં પણ દરરોજ ભંડારો ચાલી રહ્યું છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.ગુરુદેવે દમણ અને દીવના રાજ્યપાલ પ્રફુલ્લ પટેલ, મહિલા કલ્યાણ, બાળ વિકાસ અને પોષણ મંત્રી બેબી રાણી મૌર્ય અને અનેક અગ્રણીઓ તથા અખાડાના સાધુ-સંતો સાથે મુલાકાત કરી.મીડિયા સાથે વાતચીત દરમિયાન, ગુરુદેવે કહ્યું, “આ કુંભ મેળો એક અદ્ભુત અનુભવ છે, જે દરેક વ્યક્તિ માટે પોતાની આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવાની ઉત્તમ તક છે. આ દુનિયાને દર્શાવે છે કે કેવી રીતે વિવિધ આસ્થા અને પંથો સાથે રહીને પૂજા કરી શકે. આજે જ્યારે દુનિયા ધર્મ અને માન્યતાઓ વચ્ચેના સંઘર્ષોનો સામનો કરી રહી છે, ત્યારે તેમને અહીં આવીને વૈવિધ્યમાં એકતાનું જીવંત ઉદાહરણ જોવું જોઈએ.”વસંત પંચમીની સાંજે, ગુરુદેવની ઉપસ્થિતિમાં ભવ્ય સત્સંગનું આયોજન થયું, જેમાં દેવકીનંદન ઠાકુરજી અને અન્ય સાધુ-સંતો હાજર રહ્યા.3 ફેબ્રુઆરીએ અમૃત સ્નાનના અવસરે, “આર્ટ ઓફ લિવિંગ” કેમ્પમાં ગુરુદેવની ઉપસ્થિતિમાં ભવ્ય રુદ્રપૂજા અને રુદ્ર હવન યોજાયા, જેમાં શ્રદ્ધાળુઓએ ધ્યાનની ઊંડાઈનો અનુભવ કર્યો. પૂજા બાદ, ગુરુદેવે સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા. ગુરુદેવએ કહ્યું, “જ્યાં અમારી પાંચ ઇન્દ્રિયોમાં સંતોષ છે, ત્યાં જ વસંત પંચમી છે.” સાંજે, “આર્ટ ઓફ લિવિંગ” સત્સંગ સભાગારમાં ભવ્ય સત્સંગનું આયોજન થયું, જ્યાં ગુરુદેવે શ્રદ્ધાળુઓને ધ્યાન કરાવ્યું.ગુરુદેવે મહાકુંભ સ્નાન માટે પહોંચેલા મેહંદીપુર બાલાજીના મહંત નરેશ પુરીજી સાથે મધ્યાન ભોજન પર મુલાકાત કરી.આગામી 4 ફેબ્રુઆરીએ, ગુરુદેવ રવિ શંકર મહાકુંભની પવિત્ર ધરતી પ્રયાગરાજથી સમગ્ર વિશ્વ માટે ઓનલાઈન સામૂહિક ધ્યાનનું માર્ગદર્શન આપ્યું , જેમાં 180 દેશોમાંથી કરોડો લોકો જોડાયા.

Reporter: admin

Related Post