પાવરલિફ્ટિંગ અને વેઇટલિફ્ટિંગ બંનેની આ યુવા રમતવીર ભારતનું ઓલિમ્પિક્સમાં પ્રતિનિધિત્વ કરવાનો સ્વપ્ન જોવે છે.

વડોદરા જિલ્લો ૧૭ વર્ષીય છોકરી આસ્મા તાહીરાળી ઝાબુવાલાને રમતગમત ક્ષેત્રે વધાવી લેવાની તૈયારીમાં છે, કારણ કે આ યુવા ખેલાડી પોતાનું પ્રથમ SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જઇ રહી છે. જેમાં તે વેઇટલિફ્ટિંગમાં વડોદરા અને ગુજરાત બંનેનું પ્રતિનિધિત્વ કરશે. આ તેના પ્રારંભિક રમતગમત કારકિર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ માઈલસ્ટોન દર્શાવે છે, અને તેની પસંદગી માત્ર તેની શક્તિ અને શિસ્ત જ નથી દર્શાવતી, પણ સ્પર્ધાત્મક રમતોમાં યુવાન મહિલાઓની વધતી જતી ભાગીદારી પણ દર્શાવે છે.પાવરલિફ્ટિંગ અને વેઇટલિફ્ટિંગ બંને પર ધ્યાન કેન્દ્રિત કરવીથી તેણીની રમતગમતમાં કારર્કિર્દી વધુ પ્રેરણાદાયક બને છે—બે કઠિન વિષયો- પાવરલિફ્ટિંગ અને વેઇટલિફ્ટિંગ બંનેમાં તેને તીવ્ર શારીરિક તાલીમ, માનસિક ધૈર્ય અને અડગ પ્રતિબદ્ધતા જરૂરી છે. તેની ઓછી વય હોવા છતાં, તેણે બંને રમતોમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે અનેક સ્પર્ધાત્મક ઈવેન્ટોમાં ભાગ લઇ અનુભવ પ્રાપ્ત કરી ખેલ પ્રત્યેની અદ્વિતીય પ્રતિબદ્ધતા દર્શાવી છે.અસ્મા તહેરાલી આસ્મા ઝાબુવાલા હાલ ધોરણ ૧૨મા વિજ્ઞાન અભ્યાસ કરી રહી છે, કઠોર શૈક્ષણિક જવાબદારીઓ સાથે રમતોમાં ઊંડો રસ તેણી સંતુલિત રીતે જાળવી રહી છે. તેની શૈક્ષણિક મુસાફરીએ તેને શિસ્ત, ધ્યાન અને અસરકારક સમય વ્યવસ્થાપન શીખવ્યું છે જેના થકી તે પોતાની તાલીમ અને સ્પર્ધાત્મક માનસિકતાને મજબૂત રીતે સમર્થન આપે છે.અસ્માએ આ બાબતે કહ્યું કે, "મારી વેઇટલિફ્ટિંગ અને પાવરલિફ્ટિંગની યાત્રા જિજ્ઞાસાથી શરૂ થઈ હતી જે આજે અડિખમ પ્રતિબદ્ધતા બની ગઈ છે. શરૂઆતમાં મૂળભૂત બાબતો શીખતા શીખતા અને સતત તાલીમ અને માનસિક ધીરજ દ્વારા જિજ્ઞાસા સ્પર્ધાત્મક શ્રેષ્ઠતામાં રૂપાંતરિત થઈ છે.
સમય જતા, હું બેસિક અભ્યાસમાંથી રાષ્ટ્રીય સ્તરના અભ્યાસ સુધી પહોચી. પાવરલિફ્ટિંગમાં સ્ટેટ-લેવલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ તરીકે માન્યતા મેળવી અને ક્લાસિક નેશનલ સબ-જુનિયર પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પ્રતિનિધિત્વ કર્યું, જ્યાં મેં ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતી.”વધુમાં અસ્માએ પોતાના લક્ષ્ય વિશે જણાવ્યુ કે, તેનું સ્વપ્ન ઓલિમ્પિક ગેમ્સમાં વેઇટલિફ્ટિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. SGFI તેની પ્રથમ મુખ્ય રાષ્ટ્રીય સ્તરનો અનુભવ હોવાથી, તે આ અવસરને પોતાના લક્ષ્ય તરફનો અગત્યનું પગલું તરીકે જોઈ છે.તેણીની સિદ્ધિ વડોદરા અને ગુજરાતમાં વધતા રમતગમતના મહત્વને દર્શાવે છે, જ્યાં યુવા ખેલાડીઓ—ખાસ કરીને છોકરીઓ—સ્યીરીયોટાઇપ તોડી અવનવી રમતોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આસ્માની કોચ સન્ની બાવચા માને છે કે યોગ્ય માર્ગદર્શન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સતત સપોર્ટ સાથે, તેણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર મોટી દાવેદાર તરીકે પ્રતિનિધિત્વ કરી શકે છે.૧૨મા ધોરણમા વિજ્ઞાન પ્રવાહમાં શૈક્ષણિક શિસ્ત અને હાઇ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ બન્ને બાબતોને સારી રીતે સંભાળતા તે એક કેન્દ્રિત, નિશ્ચિત અને લક્ષ્યમુખી વ્યક્તિમાં પરિવર્તિત થઇ ચુકી છે. તે વર્ગખંડમાં હોઈ કે સ્પર્ધાના મેદાનમાં, તે પોતાની ઉત્કૃષ્ટતા માટે પ્રયાસ કરે છે અને પડકારોને વિકાસની તક તરીકે સ્વીકારે છે. તેની આ યાત્રા શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રમાં મજબૂત સમતોલન દર્શાવે છે, અને સાબિત કરે છે કે સમર્પણ અને જસ્બા સાથે ચાલવું શક્ય છે.
Reporter: admin







