News Portal...

Breaking News :

શહેરના જાણીતા ઉધોગપતિ જયેશ ઠક્કરની કારને પોલીસ સ્ટેશન લઇ ગઈ, પોલીસ કમિશનરે જે તે અધિકારીને કાર છ

2025-02-04 18:15:22
શહેરના જાણીતા ઉધોગપતિ જયેશ ઠક્કરની કારને પોલીસ સ્ટેશન લઇ ગઈ, પોલીસ કમિશનરે જે તે અધિકારીને કાર છ


વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ પાસે ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયેશ ઠક્કર પોતાની ઓફિસેથી ફેક્ટરી જવા માટે નિકળ્યા હતા તે દરમિયાન તેમને લેવા માટે મર્સિડીઝ ગાડી ગાલા ચેમ્બર નીચે આવી હતી. 


હજી બે જ મિનિટ ત્યાં નીચે ગાડી ઉભી હતી તે દરમિયાન એક પોલીસ કોન્સટેબલે કાર પાસે આવી ફેકટરી માલિકને જણાવ્યું કે તારી ગાડી પોલીસ સ્ટેશને લઈ લે કારણ પૂછતાં જણાવ્યું કે તારી ગાડી રોડ પર વચ્ચે ઉભી છે એસીપી સાહેબ બોલાવે છે ત્યારે કાળા રંગના કાચ વાળી ગાડીમાં બેઠેલા પોલીસ અધિકારીએ ગાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું. ત્યારે ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા જણાવાયું કે મને લેવા કાર આવી છે અને હૂં ઉતરીને કાર સુધી પહોચ્યો તેટલો સમય થયો છે અને તમે મને તુ તા કરીને વાત ન કરી શકો. તેમ કહેતા પોલીસ અધિકારી ભડક્યા હતા અને કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા તે દરમિયાન અચાનક ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા એક મિત્ર થકી શહેર પોલીસ કમિશનર સાથે સમગ્ર મામલે વાત કરતાં શહેર પોલીસ કમિશનરે જે તે અધિકારીને પોલીસ સ્ટેશનમાં જમા લીધેલી કાર છોડવા જણાવ્યું હતું. જેના કારણે કાર છોડવી પડી હતી પરંતુ જયેશ ઠક્કરે સમગ્ર મામલે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોલીસ અધિકારી કયા કાયદાની અન્વયે મારી કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા? 


પોલીસ અધિકારી પોતે ડાર્ક કાળા રંગના કાચવાળી ગાડીનો ઉપયોગ કયા નિયમોને આધારે કરે છે? ઓટોરિક્ષાઓ ગેરકાયદેસર રીતે પેસેન્જર બેસાડે છે તે બધું છોડીને મારી કારને કેમ ટાર્ગેટ કરવામાં આવી.તેમણે એસીબી તથા વિજીલન્સ તપાસ માગી છે. ઉલ્લેખનીય છે કે નિયમો ફક્ત નાગરિક લાગે છે પોલીસને લાગતા નથી. રેલવે - બસ સ્ટેશન પાસે તથા ગાલા ચેમ્બર્સનીચે દરરોજ ગેરકાયદેસર ટ્રાફિક થાય છે, ડેરી ડેન સર્કલ સર્કલ પાસે પણ ગેરકાયદેસર લારીઓનો દબાણ છૅ, આડેધડ ગાડીઓ પણ પાર્ક થાય છે, રસ્તો સાંકડો છે ને કેટલીક વાર અકસ્માતાનો પણ પણ થાય છે અને મારામારીના પણ બનાવો બનતા હોય છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ એક બાજુ પોલીસની છાપ સુધારી રહી છે, પોલીસના અમુક કર્મચારીઓ એવા છે જે પોલીસની ડાઘ લગાવી રહ્યા છે. પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસ સ્ટેશનના 500 મીટરના અંતરમાં જ, આડેધર પાર્કિંગ, અને શટલ માં રીક્ષાઓ ત્રણથી વધુ પેસેન્જર બેસાડે છે. પોલીસ પણ ત્યાં ઉભી હોય છે છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી.

Reporter: admin

Related Post