News Portal...

Breaking News :

સુખલીપુરા જમીન વિવાદમાં કમલેશ વધુ 2 દિવસના રિમાન્ડ પર, દિલીપ ગુજરાત બહાર ભાગ્યો હોવાની શંકા

2025-02-05 09:36:49
સુખલીપુરા જમીન વિવાદમાં કમલેશ વધુ 2 દિવસના રિમાન્ડ પર, દિલીપ ગુજરાત બહાર ભાગ્યો હોવાની શંકા


વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ભાજપના કોર્પોટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીન વેચવાના બહાને ઠગાઇ કરનાર વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સહિત અન્ય બે આરોપી સામે ઠદાઇનો ગુનો નોંધાયો હતો. 


આ ગુનામાં ફરાર આરોપી કમલેશ દેત્રોજાને પોલીસે ઝડપી પાડ્યો હતો અને મંગળવારે કોર્ટમાં રજૂ કરી કમલેશ દેત્રોજાના કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન પોલીસે કમલેશ દેત્રોજાના મોબાઈલ ફોન અંગે પુછપરછ કરી હતી. ફરાર મુખ્ય આરોપી ગુજરાત બહાર ભાગ્યો હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે. પોલીસે કમલેશને ઝડપી લીધા બાદ તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે તેના ઘરનું સર્ચ પણ કર્યું હતું અને તેના બેંક ખાતા અને મિલકતોની પણ તપાસ કરી હતી. દરમિયાન સોમવારે તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરીને વધુ 2 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા હતા. પોલીસની પૂછપરછમાં તેણે કહ્યું હતું કે, પોલીસની ધરપકડથી બચવા તેને પોતાનો મોબાઈલ ફોન ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી વચ્ચે સર્વિસ રોડ પર ફેંકી દીધો છે. જેથી પોલીસે આરોપી કમલેશને સાથે રાખીને આ જગ્યા પર તપાસ કરી હતી, પરંતુ તેનો મોબાઇલ મળી આવ્યા નહોતો. 


પોલીસ સમગ્ર કેસમાં કમલેશની ઉંડી પૂછપરછ કરી રહી છે અને કૌંભાડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ફરાર દિલીપની પણ સઘન શોધખોળ કરાઇ રહી છે. પોલીસે તેનું મોબાઇલ લોકેશન ટ્રેસ કરતાં ગુનો નોંધાયા બાદ તે ગુજરાત બહાર ભાગ્યો હોવાનું જણાઇ આવ્યું છે જેથી પોલીસે મોબાઇલ લોકેશનના આધારે અન્ય રાજ્યોમાં પણ તેની શોધખોળ શરુ કરી છે. ઉલ્લેખનિય છે કે કોર્પોરેટર પરાક્રમસિંહે કમલેશ લાલજી દેત્રોજા (રહે.અટલાદરા) તથા ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ ગણપતસિંહ ગોહિલ (રહે. ન્યુ અલકાપુરી ગોત્રી) અને ખોટી સહી કરનાર જામાજી પુંજાજી સોઢા વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે અને સમા પોલીસે જામાજી પુંજાજી સોઢાની અટકાયત કરી છે અને અન્ય બે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાતપાસ ઇકો સેલને સોંપાઇ હતી. ત્યારબાદ ઇકો સેલે આરોપી કમલેશ દેત્રોજાની તેના ઘરથી જ ધરપકડ કરી હતી અને કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આજે ઇકો સેલે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં કોર્ટે તેના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આવતીકાલે તેના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થશે, જેથી ફરીથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Reporter: admin

Related Post