આણંદ : જીવનની ગમે એટલે મુશ્કેલી આવે, પણ જો વ્યક્તિ મન મક્કમ રાખી અથાક મહેનત કરે તો સફળતા તને મળે જ છે.
આ વાતનું ઉત્તમ ઉદાહરણ આણંદના તારાપુરનો તરવરિયો યુવાન ભાવિક ભરવાડ છે. 12 વર્ષની ઉંમરે ભાવિકને 14 હજાર વૉટનો કરંટ લાગ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, તેણે નાની ઉંમરે કોણીથી અડધો હાથ ગુમાવવો પડ્યો.આ દુર્ઘટના પછી તેને નવું જીવન તો મળી ગયું, પરંતુ મનમાં પારાવાર તોફાન સર્જાયું. જો કે, તેણે રાખમાંથી સજીવન થતા ફિનિક્સ પક્ષીની જેમ દુઃખ-દર્દમાંથી બહાર આવીને અભ્યાસ અને એથ્લેટિક્સમાં મન પરોવી દીધું.
તેની મહેનત રંગ પણ લાવી. 100 મીટરની દોડમાં તેણે રાજ્ય કક્ષાએ બે અને રાષ્ટ્રીય સ્તરે એક ગોલ્ડ મેડલ જીત્યા. આ તેના માટે મોટી સિદ્ધિની સાથે પ્રોત્સાહન આપનારી ઘટના પણ હતી. ત્યાર પછી હાલમાં જ માર્ચમાં યોજાયેલી વર્લ્ડ પેરા એથ્લીટ ગ્રાન્ડ પ્રિક્સ 2026માં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો.
Reporter: admin







