News Portal...

Breaking News :

ડભોઈમાં પાટીદાર જૂથવાદનો સુખદ અંત: બે અગ્રણીઓ વચ્ચે સમાધાન, પ્રેસ પરિષદમાં એકતાનો સંદેશ

2026-05-09 12:58:03
ડભોઈમાં પાટીદાર જૂથવાદનો સુખદ અંત: બે અગ્રણીઓ વચ્ચે સમાધાન, પ્રેસ પરિષદમાં એકતાનો સંદેશ


ડભોઈ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન પાટીદાર સમાજના બે અગ્રણીઓ રાકેશ પટેલ અને ભાવેશ પટેલ વચ્ચે સર્જાયેલા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. 


ચૂંટણી સમયે થયેલી જૂથ અથડામણ બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો અને એટ્રોસિટી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ પણ નોંધાઈ હતી. આ ઘટનાને કારણે સમાજમાં ભાગલા પડવાની ભીતિ ઉભી થઈ હતી. સમાજમાં એકતા અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે એસ.પી.જી. (સરદાર પટેલ સેવા દળ), ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ડો. ઋત્વિજ પટેલ દ્વારા મધ્યસ્થી હાથ ધરવામાં આવી હતી. અનેક ચર્ચા અને બેઠક બાદ બંને પક્ષોએ પરસ્પર સમજૂતી સાધી હતી.બંને આગેવાનોએ એસ.પી. સમક્ષ સોગંદનામું રજૂ કરી કેસનો અંત લાવવાનો નિર્ણય કર્યો હતો. 


સમાધાન બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં રાકેશ પટેલ અને ભાવેશ પટેલે સાથે ઉપસ્થિત રહી સમાજને એકતાનો સંદેશ આપ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે રાજકીય મતભેદો સમયસર ભૂલી સામાજિક એકતા જાળવવી જરૂરી છે અને સમાજના હિતને સર્વોપરી રાખવું જોઈએ. આ સમાધાનને સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવકારવામાં આવ્યું છે

Reporter: admin

Related Post