News Portal...

Breaking News :

સ્નેહમિલન કે શક્તિ પ્રદર્શન? મતદારોને સીધી લાઇન—મત આપો અને અપાવો

2026-04-24 12:33:10
સ્નેહમિલન કે શક્તિ પ્રદર્શન? મતદારોને સીધી લાઇન—મત આપો અને અપાવો


વોર્ડ-2માં સમાજના મંચ પરથી મતદાનને બનાવાયું મિશન જીત



દંડક અને પૂર્વ સાંસદની હાજરીમાં ભાજપ પેનલને જંગી જીતાડવા ખુલ્લી અપીલ, “સવારે જલ્દી મતદાન”ના સૂત્રથી મતદારો પર દબાણની ચર્ચા
વોર્ડ-2માં પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમ રાજકીય રંગમાં રંગાઈ ગયો, જ્યાં મતદાનને કેન્દ્રમાં રાખીને કડક સંદેશો આપવામાં આવ્યા. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક  બાલકૃષ્ણ શુક્લ અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટની હાજરીએ કાર્યક્રમને ભારે રાજકીય વજન આપ્યું, સાથે જ મતદારો માટે સ્પષ્ટ દિશા પણ નક્કી થઈ ગઈ.


કાર્યક્રમ દરમિયાન ખુલ્લેઆમ આહવાન કરાયું કે 26 એપ્રિલે દરેક પાટીદાર અને સ્થાનિક નાગરિક માત્ર પોતે મતદાન કરે એટલું પૂરતું નહીં, પરંતુ પોતાની સોસાયટી અને ફ્લેટમાં દરેક વ્યક્તિને મતદાન કરાવવા માટે સક્રિય બને. “સવારે જલ્દી મતદાન”નો સૂત્ર આગળ ધપાવી મતદારો પર સ્પષ્ટ રીતે અસર ઊભી કરવાનો પ્રયાસ થયો.ખાસ કરીને ભાજપના વોર્ડ-2ની પેનલના ત્રણેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ સાથે કાર્યક્રમ માત્ર સામાજિક ન રહ્યો, પરંતુ ખુલ્લેઆમ રાજકીય શક્તિ પ્રદર્શન બની ગયો, જ્યાં સમાજના મંચ પરથી સીધી ચૂંટણી રણનીતિ ઘડાતી નજરે પડી.

Reporter: admin

Related Post