News Portal...

Breaking News :

ભાલપરા જીલ્લા પંચાયતની બેઠક પર જાહેર સભા ગુંજવતા લોકસાહિત્યકાર યોગેશ ગઢવી

2026-04-24 15:45:14
ભાલપરા જીલ્લા પંચાયતની બેઠક પર જાહેર સભા ગુંજવતા લોકસાહિત્યકાર યોગેશ ગઢવી


સ્થાનીક સ્વરાજ્યની ચુટણીનો ખરેખરો માહોલ જામ્યો છે ત્યારે હવે ગણતરીની કલાકો જ જાહેરસભા ઓ માટે બાકી રહી છે 


ત્યારે ભાજપ દ્રારા ચુટણી પ્રચારકો મેદાનમા ઉતાર્યા છે જે સંદર્ભ આજરોજ વેરાવળ તાલુકાની ભાલપરા જીલ્લા પંચાયતની બેઠક પર ભાજપના સમથઁનમા લોકસાહિત્યકાર યોગેશ ગઢવી એ સભા ગજવી હતી. જય સોમનાથ અને ભારત માતા કી જય ના જયઘોષ સાથે ભાલપરાની જનમેદની ને સંબોધતા કોગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા અને જેમ ઘઉ માથી કાકરા નીકળી જાય છે તેમ આ ભાજપના ઘઉ માથી કોગ્રેસ અને આપના કાકરા કાઢીને ફેકી દેવા અપીલ કરી હતી . 


આજની આ જાહેર સભામા સાસંદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રમેશ કેશવાલા ,ભાલપરાના ઉપસરપંચ વિક્રમભાઈ પટાટ સહીતના અગ્રણીઓ તેમજ હજજારોની સંખ્યામા જનમેદની ઉમટી પડી હતી .

Reporter: admin

Related Post