
રોડ ટૂંકા સમયમાં જ બેસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને કામમાં હલકી ગુણવત્તા તથા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. ભુવો પડવાના કારણે માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. રોજિંદા હજારો વાહનો પસાર થતા આ રોડ પર અકસ્માતનો ભય પણ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

રહિશોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, રજૂઆત દરમિયાન વોર્ડ નંબર 19ના કાઉન્સિલર દ્વારા પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું, જેના કારણે લોકોમાં અસંતોષ વધુ વધી ગયો છે.સ્થાનિકોએ પ્રશાસનની ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા તાત્કાલિક સમારકામ, માર્ગની ગુણવત્તાની તપાસ અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Reporter: admin







