News Portal...

Breaking News :

સાવલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઇવીએમ વિતરણ પ્રક્રિયા શરૂ

2026-04-25 13:23:31
સાવલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઇવીએમ વિતરણ પ્રક્રિયા શરૂ


સાવલી ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા સાવલી નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. 


આજ રોજ સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ સાવલી સેવા સદન ખાતે ઇલેક્ટ્રોનિક મતદાન યંત્રો (ઇવીએમ)ના વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.વહેલી સવારથી જ ચૂંટણી ફરજ પર નિમાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ નિર્ધારિત સ્થળોએ હાજર રહ્યા હતા. તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન હેઠળ દરેક મતદાન મથક માટે જરૂરી ઇવીએમ મશીનો તથા ચૂંટણી સંબંધિત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ અધિકારીઓને મતદાન પ્રક્રિયા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.


 દરેક અધિકારીઓને બુથ ઉપર ઇવીએમ સાથે રવાના કરાયા હતા.ઇવીએમ વિતરણ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા પણ કડક રાખવામાં આવી હતી, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આવનારી મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Reporter: admin

Related Post