News Portal...

Breaking News :

કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ રવાનગી કેન્દ્રની મુલાકાત લઇ પ્રક્રીયાનું કર્યું નિરીક્ષણ

2026-04-25 13:21:20
કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ રવાનગી કેન્દ્રની મુલાકાત લઇ પ્રક્રીયાનું કર્યું નિરીક્ષણ


પીએમ કેન્દ્રીય વિદ્યાલય – ૨ સ્થિત મનપાના વોર્ડ નંબર ૪, ૫, ૬ના રવાનગી કેન્દ્રની લીધી મુલાકાત 
વડોદરા શહેર અને જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તા. ૨૬ને રવિવારે સવારે સાતથી સાંજના છ વાગ્યા સુધી મતદાન પ્રક્રીયા થવાની છે. 


આ પ્રક્રીયા સરળતાની થાય એ માટે આજે શહેર-જિલ્લાના વિવિધ રવાનગી કેન્દ્રો ઉપરથી ચૂંટણીકર્મીઓ તેમને યદચ્છ રીતે ફાળવવામાં આવેલા મતદાન કેન્દ્રોમાં ઉપર રવાના થયા હતા. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ વિવિધ રવાનગી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. પ્રતિપ્રેષક અધિકારીને ફાળવવામાં આવેલા ચૂંટણીકર્મીઓ રવાનગી કેન્દ્રો ઉપર એકત્ર થઇ ઇવીએમ, મતદાન કુટિર, મતદાર યાદી, અવિલોપ્ય શાહી, વિવિધ વૈધાનિક અને બિનવૈધાનિક કવરો અને સ્ટેશનરી - ફોર્મ મેળવે છે. બાદમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન મથકો ઉપર જવા માટે રવાના થાય છે. 


વડોદરા મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે સંબંધિત પ્રતિપ્રેષક અધિકારીઓ દ્વારા નિયત કરાયેલા રવાનગી કેન્દ્રો ઉપરથી આ ચૂંટણીકર્મીઓ રવાના થયા હતા. કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ હરણી સમા રોડ ઉપર આવેલી પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય – ૨ ખાતેના વોર્ડ નંબર ૪, ૫ અને ૬ના રવાનગી કેન્દ્રની મુલાકાત લીધી હતી. અહીં ચૂંટણીકર્મીઓ માટે કરાયેલી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. 


Reporter: admin

Related Post