News Portal...

Breaking News :

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓ લેવાશે

2026-04-24 10:36:11
યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓ લેવાશે


વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટેની કવાયત અત્યારથી શરુ કરી દીધી છે.


જીકાસ પોર્ટલ થકી એડમિશન સમયસર થાય તે માટે સરકારે તમામ યુનિવર્સિટીઓને જે પણ અભ્યાસક્રમમાં મેરિટ સિવાય એન્ટ્રન્સ ટેસ્ટ થકી પ્રવેશ અપાતો હોય તે તમામ અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાઓ વહેલી તકે પૂરી કરવા માટે સૂચના આપી છે.જેના ભાગરુપે યુનિવર્સિટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટી ડીનની બેઠક બોલાવીને આ મુદ્દે ચર્ચા કરી હતી.જેમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં તા.૧૬ થી ૧૮ મે દરમિયાન એફવાયમાં પ્રવેશ માટે ૨૩  પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવશે.સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં તા.૧૬ મેના રોજ એફવાયબીકોમમાં પ્રવેશ માટે પહેલી વખત પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.


આ પ્રવેશ પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓએ જીકાસની સાથે સાથે યુનિવર્સિટીના પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.જીકાસ પર રજિસ્ટ્રેશન શરુ થતાની સાથે જ એક-બે દિવસની અંદર યુનિવર્સિટીના પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન શરુ કરી દેવાશે.વિદ્યાર્થીઆને જે તે ફેકલ્ટીમાંથી પ્રવેશ પરીક્ષા અંગે જાણકારી મળશે.આ સિવાય યુનિવર્સિટીની વેબસાઈટ પર પણ જાણકારી ઉપલબ્ધ કરાવાશે.

Reporter: admin

Related Post