ડભોઇ તાલુકાના સાઠોદ અને શંકરપુરા ગામને જોડતા રસ્તા પર આવેલા ખેતરોમાં પસાર થતી વીજ લાઈનના થાંભલાઓ ભયજનક રીતે નમી ગયા છે

ખેતરોની મધ્યમાં આવેલા આ થાંભલાઓ અને તેની પર રહેલી ભારેભરખમ ડીપી (DP) ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હોવાથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે ચોમાસા પહેલા મરામતની તાતી જરૂરિયાત હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે.

ત્યારે ખેડૂતોની માંગ છે કે ચોમાસું બેસે તે પહેલા જ આ કામગીરી પૂર્ણ કરવામાં આવે. જો અત્યારે આ નમી ગયેલા થાંભલા સીધા કરવામાં નહીં આવે, તો વાવાઝોડાનું જોખમ ચોમાસામાં આવતા તેજ પવન કે વાવાઝોડામાં આ નબળા થાંભલાઓ તૂટી શકે છે

Reporter: admin







