વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી પૂર્વે 'બેટલ ઓફ બેલેટ'!

ચૂંટણી આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ છે! સામાન્ય જનતા મતદાન કરે તે પૂર્વે આજે લોકશાહીના રક્ષકો અને વ્યવસ્થાપકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને નવો રાહ ચીંધ્યો છે.આજે વડોદરામાં ચૂંટણી વ્યવસ્થામાં જોડાયેલા તમામ સરકારી કર્મચારીઓ માટે બેલેટ મતદાન યોજાયું હતું.

પોલીસ વિભાગથી લઈને વહીવટી તંત્રના તમામ જવાનોએ ફરજની સાથે સાથે નાગરિક હોવાની જવાબદારી પણ નિભાવી હતી. સરકારી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક લાઈનોમાં ઊભા રહી મતાધિકારનો ઉપયોગ કર્યો.




Reporter: admin







