સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉમેદવારો મતદારો સુધી પહોંચવા સોસાયટીઓમાં ફેરણી કરી રહ્યા છે.

વોર્ડ નં. 12ના ઉમેદવારો મત માંગવા પહોંચ્યા ત્યારે રહી ગયેલા કામોને લઈને કેટલાક સોસાયટી રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો.ખાસ કરીને કલાલી વિસ્તારમાં અગાઉ 30 સોસાયટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

જોકે, ઉમેદવારો અને સોસાયટી પ્રમુખો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં પ્રશ્નો અંગે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી.બેઠક બાદ માહોલ સુખદ બન્યો હતો અને 30 સોસાયટીના પ્રમુખોએ ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ ઘટનાએ ચૂંટણી પ્રચાર દરમિયાન સકારાત્મક સંદેશ આપ્યો છે.


Reporter: admin







