News Portal...

Breaking News :

ડ્રગ્સ કેસના આરોપીને તાંદલજા વિસ્તારમાંથી પકડાયો

2026-04-22 16:10:49
ડ્રગ્સ કેસના આરોપીને તાંદલજા વિસ્તારમાંથી  પકડાયો


વડોદરા:  પોલીસે ધોળકાના એક ડ્રગ્સ કેસના આરોપીને તાંદલજા વિસ્તારમાંથી ઝડપી પાડી ધોળકા પોલીસને સોંપવા તજવીજ કરી છે. 


ધોળકા પોલીસે નાર્કોટિક્સના કેસમાં દરોડો પાડતા સદ્દામ હુસેન મહેબૂબ મિયા મીર (લાલબાગ ટેકરી, ધોળકા) પોલીસને ધક્કો મારીને ભાગી ગયો હતો. જે બાબતે પોલીસે 8મી એપ્રિલે ગુનો નોંધ્યો હતો.આ કેસનો આરોપી તાંદલજા ના કોઠીયા પુરા ખાતે હોવાની માહિતી મળતા વડોદરાની જે.પી રોડ પોલીસની ટીમે તપાસ કરી તેને ઝડપી પાડ્યો હતો. ધોળકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Reporter: admin

Related Post