News Portal...

Breaking News :

ભરૂડી ટોલનાકા પાસેથી એસઓજીએ રૂા.૯ લાખનાં મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થાં સાથે ચાર શખ્સોને ઝડપી લીધા

2026-04-22 16:08:40
ભરૂડી ટોલનાકા પાસેથી એસઓજીએ રૂા.૯ લાખનાં મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થાં સાથે ચાર શખ્સોને ઝડપી લીધા


રાજકોટ: ગોંડલ નજીકનાં ભરૂડી ટોલનાકા પાસેથી એસઓજીએ રૂા.૯ લાખનાં મેફેડ્રોન ડ્રગ્સનાં જથ્થાં સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. 


ધોરાજીની એક મહિલાએ રાજસ્થાનનાં જોધપુરથી આ મેફેડ્રોનનો જથ્થો મંગાવ્યો હતો. તેના સહિત કુલ ચાર આરોપીઓને એસઓજીએ વોન્ટેડ દર્શાવ્યા છે. એસઓજીનાં પીઆઇ એફ.એ.પારગી અને પીએસઆઇ જી.જે.ઝાલાએ ચોક્કસ બાતમીના આધારે ભરૂડી ટોલનાકા પાસેથી પસાર થયેલી અર્ટીગા કારને અટકાવી તલાશી લેતા ૩૦૧ ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. તેની સાથે કાર, પાંચ મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂા.૧૫.૦૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કારમાંથી કાસીમ ઇસ્માઇલ ગરાણા (રહે. ધોરાજી), શકીલ કાદર જેઠવા (રહે. વેરાવળ), રૈયાઝ કાદર ભુવર (રહે. ધોરાજી) અને અરમાન કામીલ સિપાઇ (રહે. માંગરોળ)ની ધરપકડ કરી હતી. 


એસઓજીનાં સુત્રોએ જણાવ્યું કે, મેફેડ્રોનનો આ જથ્થો ધોરાજીમાં રહેતી રૂખશાનાં ઉર્ફે રૂકલી સરદાર કુરેશીએ મંગાવ્યો હતો. ડ્રગ્સનો આ જથ્થો લેવાં કાસીમ અને શકીલ કાર લઇ જોધપુર ગયા હતા. ડ્રગ્સ લઇ પરત આવતાં હતા ત્યારે ચોટીલા નજીકથી રૈયાઝ અને અરમાન કારમાં બેસી ગયા હતા. ચારેય આરોપીઓ ધોરાજી જતાં હતા ત્યારે પકડાઇ ગયા હતા. ડ્રગ્સનો જથ્થો મંગાવનાર રૂખશાના સાથે મોહિનશા મહેબુબશા શાહમદાર (રહે. ધોરાજી) અને સિરાઝશા ઉર્ફે ભુરો ઉર્ફો સિરાઝ ટકો મામદશા શાહમદાર (રહે. ધોરાજી) બીજી કારમાં હતા.

Reporter: admin

Related Post