News Portal...

Breaking News :

ચૂંટણીના માહોલ વચ્ચે ગરમીનો ડબલ ડોઝ બપોરે 12થી સાંજના 5 વાગ્યા દરમિયાન ગરમીનો પારો આસમાને પહોંચશે.

2026-04-22 16:02:07
ચૂંટણીના માહોલ વચ્ચે ગરમીનો ડબલ ડોઝ બપોરે 12થી સાંજના 5 વાગ્યા દરમિયાન ગરમીનો પારો આસમાને પહોંચશે.


અમદાવાદ : હવે કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. અમદાવાદ શહેરમાં આજથી સતત સાત દિવસ માટે ગરમીનું 'યલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. 


હવામાન વિભાગની આગાહી મુજબ, આ સપ્તાહના અંત સુધીમાં શહેરનું તાપમાન વધીને 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે અમદાવાદીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડશે.IMDના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સેટેલાઇટ ડેટા અને આધુનિક ટૅક્નોલૉજીની મદદથી શહેરના કુલ 76 વિસ્તારોને 'હીટ હોટસ્પોટ્સ' તરીકે જાહેર કર્યા છે. પૂર્વ અમદાવાદમાં લાંભા વૉર્ડમાં સૌથી વધુ 12 હોટસ્પોટ્સ નોંધાયા છે. 


આ ઉપરાંત વટવા, રામોલ, વસ્ત્રાલ અને રાણીપ જેવા વિસ્તારોમાં પણ ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને બપોરે 12થી સાંજના 5 વાગ્યા દરમિયાન ગરમીનો પારો આસમાને પહોંચશે.રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આગામી 26 એપ્રિલે મતદાનના દિવસે પણ ગરમી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા મતદારો અને કાર્યકરોને લૂથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post