News Portal...

Breaking News :

હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર

2026-04-22 15:59:19
હોર્મુઝ સ્ટ્રેટમાં હાઈ ટેન્શન: ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર


હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ-અલગ વેપારી જહાજો પર ગોળીબારની ઘટના સામે આવી છે. 


રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલાઓ છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજોમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી.એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર સુરક્ષા સંબંધી ચિંતાઓને ફરી વધારી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જ અસ્થિરતા પ્રવર્તી રહી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓમાનના ઉત્તર-પૂર્વમાં ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)થી હુમલો થયા બાદ, લાઇબેરિયાના ધ્વજ ધરાવતા એક કન્ટેનર જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. UKMTO એ જણાવ્યું કે જહાજના કેપ્ટને માહિતી આપી છે કે IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી રહી હતી. UKMTO મુજબ, ત્યારબાદ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post