હુજરત ટેકરા પાસેથી ચોરી થયેલ હીરો સ્પ્લેન્ડર સાથે આરોપીઓ ઝડપાયા
વડોદરા સીટી પોલીસે બાઇક ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી
વડોદરા શહેરમાં બાઇક ચોરીના ગુનાઓ અટકાવવા અને આરોપીઓને ઝડપથી પકડવા માટે સીટી પોલીસ સતત સક્રિય છે. ગઈકાલે રાત્રે હુજરત ટેકરા, મેઇન રોડ પાસે એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી થયા બાદ માત્ર ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, DCP ઝોન-04 એન્ડ્રુ મેકવાન અને I/C ACP જી-ડિવિઝન જી.બી. બાભણીયાના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.તા. 23/04/2026ના અઢીથી ત્રણ વાગ્યા વચ્ચે હુજરત ટેકરા પાસે ફરિયાદીની હીરો સ્પ્લેન્ડર (GJ-06-NF-4453) ચોરી થઈ હતી. આ ગુનો સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11196006260117/2026 હેઠળ BNS કલમ 303(2) અને 54 મુજબ નોંધાયેલ છે.
સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલીયાની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. પટેલ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કેતનભાઈ શરદભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નરેન્દ્રસિંહ અને અન્ય સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન સચોટ બાતમી અને માનવ સ્ત્રોતના આધારે સમીર હુસેનશા દિવાન (ઉંમર 24), રહે. એકતાનગર, સયાજીપાર્ક, આજવા રોડ અને સલીમ માસુમઅલીશા દિવાન (ઉંમર 20), રહે. પાણીગેટ, જી.ઈ.બી. પાછળ, રાજા-રાણી તળાવની પાળી ઉપર આ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.આ સફળ કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. પટેલ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સંજયસિંહ ઉદેસિંહ, કેતનભાઈ શરદભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભમરભાઈ કાળુભાઈ, વનરાજસિંહ નરેન્દ્રસિંહ અને અન્ય સ્ટાફની સારી કામગીરી જોવા મળી છે.
Reporter: admin







