મુખ્યમંત્રી વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ જિલ્લાની ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી.

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ દિવસના કાર્યક્રમ બાદ અંતે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવ્યા હતા.

ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. હાસ્યની સાથે સાથે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા સમગ્ર કાર્યકર્તાઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું.


Reporter: admin







