News Portal...

Breaking News :

છાણી વિસ્તારમાં બેટરી ચોરીનો ગુનો કલાકોમાં ઉકેલાયો

2026-04-25 13:05:30
છાણી વિસ્તારમાં બેટરી ચોરીનો ગુનો કલાકોમાં ઉકેલાયો


3 બેટરી અને મોપેડ સાથે કુલ ₹65 હજારનો મુદ્દામાલ કબજે



છાણી પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરાયેલી બેટરી અને મોપેડ સાથે મુદ્દામાલ કબજે કર્યો.
વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ બેટરી ચોરીના ગુનાનો ઝડપભેર ભેદ ઉકેલી પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી 100 ટકા મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ કમિશ્નર નરસિંહ કોમાર, સંયુક્ત પોલીસ કમિશ્નર નીલેશ જાજડિયા, અધિક પોલીસ કમિશ્નર સુધીર દેસાઈ, ડીસીપી ઝોન-1 ડો. જે.એમ. ચાવડા અને એ ડિવિઝન એસીપી ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ આ સફળ કામગીરી હાથ ધરાઈ હતી.


માહિતી મુજબ ખોડીયારનગર વિસ્તારમાં સેવન નાઇન ઇમ્પેરિયા સાઇટ નજીક રસ્તા પર પાર્ક કરેલા ત્રણ ટેમ્પોમાંથી અલગ અલગ ત્રણ બેટરી ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ગુનાની ગંભીરતા ધ્યાનમાં રાખી પોલીસ ઇન્સપેક્ટર આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને સક્રિય કરવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી કે બે ઇસમો સફેદ રંગની જ્યુપીટર મોપેડ પર ચોરીની બેટરી લઈને વેચાણ માટે ફરી રહ્યા છે. મળેલી માહિતીના આધારે પોલીસ ટીમે છાણી ગામ તરફ જતા રસ્તા પર આદાતલાવડી પાસે વોચ ગોઠવી હતી. જ્યાં વર્ણન મુજબના બે શંકાસ્પદ ઇસમોને રોકી તપાસ કરતાં તેમની પાસે ત્રણેય ચોરાયેલી બેટરી મળી આવી હતી.પોલીસે વિશાલ ધર્મેશભાઈ નાયક અને ફરદીન અફઝલઅહેમદ અંસારીને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ પાસેથી ₹15 હજારની બેટરી તેમજ ₹50 હજાર કિંમતની જ્યુપીટર મોપેડ મળી કુલ ₹65 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Reporter: admin

Related Post