દિલ્હી : ભારતમાં સૌર ઊર્જા પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ગૌતમ અદાણીએ ભારતીય અધિકારીઓને આશરે 2250 કરોડ રૂપિયા એટલે કે 5 મિલિયન અમેરિકન ડોલરની લાંચ આપી છે.
આ લાંચની રકમ ભેગી કરવા અદાણી ગ્રૂપે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ માટે અદાણી ગ્રૂપે અમેરિકાની બેંકો અને રોકાણકારો સાથે પણ ખોટા દસ્તાવેજો રજૂ કરીને છેતરપિંડી કરી હતી. આ પ્રોજેક્ટ અદાણી ગ્રૂપ માટે મહત્ત્વનો હતો કારણ કે, તેમાંથી 20 વર્ષમાં અંદાજે 2 અબજ ડોલરનો નફો થવાનું અનુમાન હતું.20 નવેમ્બર, બુધવારના રોજ ન્યૂયોર્ક કોર્ટમાં તેની સુનાવણી થઈ. તેમાં કોર્ટે જણાવ્યું હતું કે, અદાણીની કંપની અને અમેરિકન ઈશ્યુઅરે (‘એઝર પાવર’ના પૂર્વ સી.ઈ.ઓ. રણજીત ગુપ્તા અને એઝર પાવરના કન્સલ્ટન્ટ રૂપેશ અગ્રવાલ) ભારત સરકારી માલિકીની ‘સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા’ (SECI)ને 12 ગીગાવોટ સોલાર ઊર્જા આપવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.
જો કે SECI ને ભારતમાં સૌર ઊર્જાના ખરીદાર ન મળતા આ સોદો આગળ વધે એમ નહોતું. સોદો ન થાય તો અદાણી ગ્રૂપ અને એઝર પાવર બંનેને ભારે નુકસાન થાય. તેથી બંને કંપનીએ સોદો પાર પાડવા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવાની પેરવી કરી. રાજ્યની વીજ વિતરણ કંપનીઓ SECI સાથે વીજ પુરવઠાનો કરાર કરવા તૈયાર થઈ જાય, તેની જવાબદારી સરકારી અધિકારીઓને સોંપાઈ અને એ કામ માટે તેમના ખિસ્સા ગરમ કરાયા. આ માટે 2,250 કરોડ રૂપિયા ભેગા કરાયા હતા. એટલે કલ્પના કરો કે કેટલા મોટા પાયે આ ભષ્ટ્રાચાર થયો હશે.સૌર ઊર્જા ખરીદવા SECI સાથે કરાર કર્યા. લાંચનો મોટો ભાગ આંધ્ર પ્રદેશના અધિકારીઓને આપ્યો હોવાનું કહેવાય છે. આ બંને કંપનીઓએ અમેરિકન બેંકો અને રોકાણકારો પાસેથી 175 મિલિયન ડોલરથી વધુ નાણાં એકત્ર કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે.
Reporter: admin