વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ભાજપના કોર્પોટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીન વેચવાના બહાને ઠગાઇ કરવાના કેસમાં મુખ્ય આરોપી દિલીપ ગોહિલ ગુનો નોંધાયા બાદ ફરાર થઇ ગયો છે.
પોલીસ તેના મોબાઇલ ફોન લોકેશનના આધારે તેની સઘન શોધખોળ કરી રહી છે. બીજી તરફ દિલીપ વિદેશ ભાગી ના જાય તે માટે તેની સામે લૂક આઉટ નોટિસ પણ પોલીસ દ્વારા ઇસ્યુ કરાઇ છે અને તમામ એરપોર્ટને પણ જાણ કરી દેવાઇ છે. કોર્પોરેટર પરાક્રમસિંહ સાથે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સહિત અન્ય બે આરોપી સામે ઠગાઇનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફરાર આરોપી કમલેશ દેત્રોજાને પોલીસે ઝડપી પાડ્યો હતો અને મંગળવારે કોર્ટમાં રજૂ કરી કમલેશ દેત્રોજાના કોર્ટે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
આ દરમિયાન પોલીસે કમલેશ દેત્રોજાના મોબાઈલ ફોન અંગે પુછપરછ કરી હતી.બીજી તરફ પોલીસે આ ગુનામાં વપરાયેલી કમલેશની કારને પણ કબજે કરી હતી. કમલેશ પાસેથી કેટલાક દસ્તાવેજો પણ કબજે કરાયા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું જેથી પોલીસ દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. બીજી તરફ પોલીસે દિલીપ ગોહિલની પણ સઘ શોધખોળ ચાલુ રાખી છે. કેસનો ફરાર મુખ્ય આરોપી દિલીપ ગુજરાત બહાર ભાગ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે જેથી પોલીસ તેનું મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કરી રહી છે. કમલેશને શોધવા વિવિધ સ્થળો પર પોલીસની ટીમો પણ મોકલાઇ છે પણ હજું તેના કોઇ સગડ મળ્યા નથી. દિલીપ વિદેશ ભાગી ના જાય તે માટે પોલીસ દ્વારા લૂક આઉટ નોટિસ ઇસ્યુ કરીને દેશભરના એરપોર્ટને જાણ પણ કરી દેવાઇ છે. દિલીપ પોલીસની પકડથી ખુબ દુર નીકળી ગયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે પણ આમ છતાં પોલીસ સતત તેની મુવમેન્ટ પર વોચ રાખી રહી છે.
Reporter: admin