આજરોજ સમાજ સુરક્ષા સંકુલ, નિઝામપૂરા ખાતે બધાજ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ યોજાયો
જેમાં સભ્યો ભારતીબેન બારોટ, મણિભાઈ વાછાણી, ઘનશ્યામ સોલંકી, શૈલેષસિંહ પરમાર, સંકુલના પ્રોજેકટ મેનેજર મુકેશભાઇ મોદી અને સચીવ પારૂલ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો. જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના નવભિયુક્ત યુવા સાંસદ ડો. હેમાંગ જોષી તથા અતિથિ તરીકે ભગતજી પ્રદેશના મહામંત્રી, શૈક્ષણિક કીટના ડોનર ધીરૂભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા. પ્રારંભમાં અંધ શાળાની દિવ્યાંગ બહેનોએ પ્રાથના રજૂ કરી. ત્યારબાદ બે મિનિટ મૌન પાળી સર્વે મૃત્યુ પામેલાઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી. ત્યારબાદ ચેરમેન સ્વાગત પ્રવચન કરી મહેમાનોનો પરિચય આપી બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રે કરેલા કાર્યોની વિસ્તૃત માહીતી આપી.
સર્વે મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. ડોનર ધીરુભાઈ ઠક્કરે બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યુ કે તમામ ભૂલકાઓ માટે અમારો સર્વદા સાથ, સહકાર રહેશે. ડોં. હેમાંગભાઈ જોષીએ બાળકોને અભિનંદન આપી ઉત્તરોત્તર શિક્ષણમાં રસગ્ન બની સર્વાંગી વિકાસ કરવા જણાવ્યુ. તેમણે ઉમેર્યું કે દિવ્યાંગ બાળકો માટે આ વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરો જેનો સંપૂર્ણ ખર્ચ હું ઉઠાવીશ. સંભાળગૃહોના બાળકો સાથે મળવાની તક બદલ ચેરમેન અને સભ્યોની સરાહના કરી. સમગ્ર કાર્યક્રમનુ વિશિષ્ટ રીતે સફળ આયોજન સંધ્યાબેન અને તેમની ટીમે કર્યું. કાર્યક્રમનુ જીવંત આલેખન રોહિતભાઈ બારોટે જ્યારે આભારદર્શન સભ્ય મણિભાઈ વાછાણીએ કર્યું.
Reporter: News Plus