મુંબઈ : દેશના ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણી પર અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા છેતરપિંડી અને લાંચના આરોપો મૂકાયા બાદ અદાણી ગ્રુપે 600 મિલિયન ડોલર (અંદાજે રૂ. 5066 કરોડ)નો બોન્ડ રદ કરવા નિર્ણય લીધો છે.
અમેરિકાના પ્રોસિક્યુટર દ્વારા આરોપો મૂકાતાં અદાણી ગ્રુપે બોન્ડની કિંમત નક્કી કર્યા બાદ થોડા જ કલાકોમાં તેને રદ કરવાની જાહેરાત કરી છે. આ સમગ્ર મામલે અદાણી ગ્રીને નિવેદન જારી કર્યું છે કે, અમેરિકાના પ્રોસેક્યુટર અને SEC દ્વારા અમારા બોર્ડના સભ્યો ગૌતમ અદાણી, સાગર અદાણી વિરૂદ્ધ ન્યૂયોર્કની એક યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આરોપોની નોટિસ જારી કરી છે. યુએસ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે અમારા બોર્ડના સભ્ય વિનીત જૈનને પણ તેમાં સામેલ કર્યા છે.
આ ઘટનાને ધ્યાનમાં લેતાં કંપનીએ તેનો પ્રસ્તાવિત USD બોન્ડ ઈશ્યૂ રદ કરવાનો નિર્ણય લીધો છે.અમેરિકાના પ્રોસિક્યુટરની ફરિયાદમાં ગૌતમ અદાણીના અદાણી ગ્રૂપના સાત અધિકારીઓ જેમાં ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિ.ના અધિકારીઓ, અને એજ્યોર પાવર ગ્લોબલ લિ.ના કાર્યકારી સિરિલ કાબેનેસ વિરૂદ્ધ આરોપો મૂકાયા છે. હિન્ડનબર્ગના આરોપોમાં ક્લિનચીટ મળ્યા બાદ અદાણી ગ્રુપ પર લાંચનો આરોપ મૂકાતાં જ શેરમાર્કેટમાં મોટો કડાકો નોંધાયો હતો.
Reporter: admin