ચિઝી બ્રેડ બનાવવા માટે 1 ચીઝ ક્યુબ, 1/4 કપ મેંદો, મીઠુ જરૂર પ્રમાણે, 3 સ્લાઈસ બ્રેડ, અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.
ચીઝ ક્યુબના બે કે ત્રણ કટકા કરવા. એલ બ્રેડની કિનારીઓ કાપી વેલણથી હળવા હાથે વણી લેવી. બ્રેડ પાતળી થાય એટલે એક બાજુ ચીઝનો ટુકડો આડો મૂકી રોલ વાળવો. મેદામા મીઠુ અને પાણી ઉમેરી પાતળું મિશ્રણ બનાવવું. અને તેનાથી રોલ બન્ધ કરી ગેસ પર એક વાસણમાં તેલ ગરમ કરી બદામી કલર થાય ત્યાં સુધી તળી લેવા. ખાવામાં ખુબ ટેસ્ટી ચિઝી બ્રેડ થોડા સમયમાં તૈયાર થઇ જશે.
Reporter: admin