News Portal...

Breaking News :

શહેરમાં પૂર્વ નગર સેવકના પુત્રની હત્યા કરનાર કુખ્યાત બાબર પઠાણ ડ્રગ્સના નશાનું સેવન કરતો હોય તેવો વિડીયો વાયરલ

2024-11-21 12:54:18
શહેરમાં પૂર્વ નગર સેવકના પુત્રની હત્યા કરનાર કુખ્યાત બાબર પઠાણ ડ્રગ્સના નશાનું સેવન કરતો હોય તેવો વિડીયો વાયરલ


શહેરમાં પૂર્વ નગર સેવકના પુત્ર તપન પરમારની હત્યા કરનાર કુખ્યાત આરોપી બાબર પઠાણ નશીલા પદાર્થનું સેવન કરી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેનાથી અનેક સવાલો સ્થાનિક પોલીસ ઉપર ઉઠી રહ્યા છે શું આરોપી બાબર પઠાણ ડ્રગ્સ નો વેપાર કરે છે? 


વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં રહેતો બાબર પઠાણ ૨૦ થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે ત્યારે તાજેતરમાં જ આરોપી બાબર પઠાણે પૂર્વ નગર સેવકના પુત્ર તપન પરમારની હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચારી ઘટના બની હતી હાલમાં આરોપીને પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ સતત આરોપીના કારનામાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અગાઉ આરોપી બાબરખાન પઠાણના ખુલ્લી ઘાતક હથિયાર સાથે વિસ્તારમાં ફરતો હોય તેવા વિડિયો વાયરલ થયો હતો સાથે જ એક યુવાનને બેસ બોલના ફટકા દ્વારા ધાક ધમકી તેમજ માર મારવામાં આવતો હોય તેવો પણ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આજરોજ ફરી એક કુખ્યાત બાબરખાન પઠાણ ના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


આરોપી ડ્રગ્સ નો વ્યસન કરતો હતો, કે ડ્રગ્સ જેવા માદક નશીલા પદાર્થનું વેચાણ કરતો હતો ? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પૂર્વ નગર સેવકના પુત્રની હત્યા કરનાર આરોપી બાબરખાન પઠાણ મોબાઈલ ની ઉપર સફેદ પાવડર જેવી નસીલા પદાર્થનું સેવન કરી રહ્યો હોય તેમ દેખાઈ રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે તે સફેદ પાવડર ડ્રગ્સ છે? તો શું આરોપી નશીલા પદાર્થનું સેવનનો બંધારણીય હતો ?કે પછી યુવા પેઢીને ખતમ કરવા માટે ડ્રગ્સ જેવા નસીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો હતો? તેવા સવાલો ઉઠી રહ્યા છે હાલમાં વાયરલ થયેલા સોશિયલ મીડિયા પર વિડિયો એ ખૂબ જ ચર્ચા સર્જી છે ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર આરોપીના કારનામા નું સત્ય શું સ્થાનિક પોલીસ જાણે છે કે નહીં તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર વિસ્તારના લોકો તેમજ રાજકીય નેતાઓ, દલિત નેતાઓ સહિત વડોદરા તમામ નાગરિકો હાલમાં આ પ્રકારનું ગુનાખોરી કરનારા આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી કરી કડક સજા થાય તે પ્રકારનું પોલીસ પાસે આશા રાખી રહી છે ત્યારે બીજી તરફ જ્યારે આ પ્રકારના માથું ઊંચકનાર આરોપીઓ પોલીસની વહેમ નજરે ડોન બનીને બેઠા છે ત્યારે આવા આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ સ્થાનિક નાગરિકોમાં પણ ઉઠી રહી છે.

Reporter: admin

Related Post