નવી દિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે.
ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી, 2025 થી શરૂ થશે. ધોરણ 10 ની પરીક્ષા15 ફેબ્રુઆરીએ અંગ્રેજીના પેપર સાથે શરૂ થશે. અને ધોરણ 12 ની શરૂઆત પ્રથમ દિવસે ઉદ્યોગસાહસિકતા પરીક્ષા સાથે થશે.કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ ધોરણ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવાશે. CBSE એ આ અંગેનું ટાઈમટેબલ જાહેર કર્યું છે.
શાળાઓને પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓની યાદી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનને જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તેઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી ડેટાશીટ ચેક અને ડાઉનલોડ કરી શકે છે. CBSEનાં જણાવ્યા અનુસાર આ વર્ષે અંદાજે 44 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપશે.
Reporter: admin