મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન વોટિંગ વચ્ચે બિટકોઈન વિવાદ વકરી રહ્યો છે. બિટકોઈન વિવાદ મામલે ઈડીની ટીમે રાયપુરમાં ગૌરવ મહેતાના ઘરે દરોડા પાડ્યા હતા. અહીં દસ્તાવેજો સહિત સમગ્ર ઘરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ગૌરવ મહેતાની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નાં નેતા સુપ્રિયા સુળે અને કોંગ્રેસ નેતા નાના પટોલે સાથેની વાતચીતનો ઓડિયો અને સ્ક્રીનશોટ પણ વાયરલ થયો છે. ભાજપે તેનો ઓડિયો અને સ્ક્રીનશોટ શેર કર્યા છે.
બિટકોઈ કૌભાંડના સંદર્ભમાં મહારાષ્ટ્ર અને પંજાબમાં 40 જેટલી એફઆઈઆર નોંધવામાં આવી છે. આ તપાસ 2018માં શરૂ થઈ હતી. અમિત ભારદ્વાજ આ કેસનો માસ્ટરમાઈન્ડ હતો. તેણે લોકોને બિટકોઇનમાં રોકાણ કરવાનું કહીને છેતરપિંડી કરી હતી, ત્યાર બાદ રોકાણકારોના પૈસા ડૂબી ગયા હતા. કૌભાંડ બાદ ભારદ્વાજ દુબઈ ભાગી ગયો હતો, જ્યાંથી તેનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તેની સામે રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં કેસ નોંધવામાં આવ્યા છે.
અમિત ભારદ્વાજનું જાન્યુઆરી 2022માં હાર્ટ એટેકથી અવસાન થયું હતું. સિમ્પી ભારદ્વાજ, અમિત ભારદ્વાજની ભાભી અને અજય ભારદ્વાજની પત્ની હતી. ઈડીએ વર્ષ 2024માં અમિત ભારદ્વાજ અને તેમના પરિવાર વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.. અમિત તેની કંપની વેરિયેબલ ટેક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મલ્ટિ લેવલ માર્કેટિંગના નામે લોકોને બિટકોઇનમાં રોકાણ કરાવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ દિશામાં તેમની કંપનીએ 2017માં 6600 કરોડ રૂપિયાના બિટકોઇન એકત્ર કર્યા હતા. 2018માં આઈપીએસ રવિન્દ્રનાથ પાટિલને મહારાષ્ટ્રમાં આ છેતરપિંડીની તપાસમાં સામેલ કરવામાં આવ્યા હતા અને વર્ષ 2022માં આ કૌભાંડમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. રવિન્દ્રનાથે જેલમાં ગયા પછી ગૌરવ મહેતાએ જુબાની આપી હતી.
Reporter: admin