ન્યૂયોર્ક: અહીંની ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.
યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ ભારતમાં સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયન લાંચ આપવાનું વચન આપ્યું હતું.અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ અને ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અને વિનીત જૈનના નામ પણ આરોપીઓમાં સામેલ છે.રોયટર્સના અહેવાલ મુજબ ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પ્રોસિક્યુટર્સ ફોરેન લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને વોરંટ સોંપવાની તૈયારી કરી રહ્યા છે.બુધવારે જ અદાણીએ 20 વર્ષના ગ્રીન બોન્ડના વેચાણથી $600 મિલિયન એકત્ર કરવાની જાહેરાત કરી હતી. થોડા કલાકો પછી, તેમના પર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
2020 અને 2024 દરમિયાન, અદાણી સહિત તમામ આરોપીઓ ભારત સરકાર પાસેથી સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયનની લાંચ આપવા સંમત થયા હતા. આ પ્રોજેક્ટથી 20 વર્ષમાં $2 બિલિયનથી વધુનો નફો થવાની અપેક્ષા હતી.આ યોજનાને આગળ વધારવા માટે અદાણી ભારત સરકારના એક અધિકારીને મળ્યા હતા. જ્યારે સાગર અને વિનીતે આ યોજના પર કામ કરવા માટે ઘણી બેઠકો કરી હતી. સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.કોર્ટને કહેવામાં આવ્યું હતું કે આ ચારેય લાંચ યોજનામાં ગ્રાન્ડ જ્યુરી, એફબીઆઈ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)ની તપાસ રોકવાનું કાવતરું ઘડ્યું હતું. ચારેય લોકોએ સ્કીમને લગતા ઈમેલ, મેસેજ અને એનાલિસિસ પણ ડિલીટ કરી દીધા હતા.
Reporter: admin