ભાયલી- બીલ ટીપી રોડ ઉપર બીજા નોરતે સગીર મિત્ર સાથે બેસવા ગયેલી સગીરા ઉપર બે બાઇક ઉપર આવેલા 5 પૈકી 3 હવસખોરોએ ગેંગરેપ કર્યો હતો.
બે આરોપીએ કોર્ટમાં જામીન અરજી મુકતાં પોલીસે સોંગદનામું રજૂ કરી જામીન નામંજૂર કરવાં રજૂઆત કરી હતી, સગીરા પર ગેંગરેપની ઘટનામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે48 કલાકમાં પાંચેય આરોપીને પકડી પડ્યા હતા. વડોદરા જિલ્લાની વિશેષ એસઆઈટી દ્વારા 100થી વધુ સાહેદોનાં નિવેદન, કોલ રેકોર્ડ, ફોન લોકેશન, ફોરેન્સિક સહિતના પુરાવા એકત્ર કરાયા હતા.સહિત 50થી.વધુ પોલીસ કર્મીઓએ અંદાજે 6000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી.
ગેંગરેપના મુખ્ય આરોપી તાંદલજા કાળી તલાવડીના મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે અફતાબ સુબેદાર બનજારા અને શાહરૂખ કિસ્મતઅલી બનજારાએ સહિત સૈફઅલી મહેંદી બનજારા અને અજમલ સત્તાર બનજારા હાલ જેલમાં છે. ત્યારે જેમાંથી બહાર આવવા દુષ્કર્મ અગાઉ નીકળી જનાર સૈફઅલી અને અજમલે જેલમાંથી બહાર અત્રેની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. ત્યારે આ જામીન અરજીને લઈ કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવશે.
Reporter: admin