News Portal...

Breaking News :

આજે 21મી નવેમ્બરે સૂર્યોદયથી બપોરે ૩.૩૪ સુધી ગુરુપુષ્ય યોગનો શુભ સંયોગ

2024-11-21 11:06:16
આજે 21મી નવેમ્બરે સૂર્યોદયથી બપોરે ૩.૩૪ સુધી ગુરુપુષ્ય યોગનો શુભ સંયોગ


વડોદરા : 21મી નવેમ્બરે ગુરુ પુષ્ય યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષમાં ગુરુ પુષ્ય યોગને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. 



દેવગુરુ બૃહસ્પતિ ધન અને સમૃદ્ધિનાં કારક છે. જો ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોય તો આવકના સ્ત્રોતની તક પ્રાપ્ત થાય છે.આજે 21મી નવેમ્બરે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ગુરુ પુષ્ય યોગનો શુભ સંયોગ બનશે. આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે એવું કહેવાય છે કે આ દિવસે સોનું ખરીદવાથી કુંડળીમાં ગુરુની સ્થતિ બળવાન બને છે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ પુષ્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેમાં ગુરુ ગ્રહ પુષ્ય નક્ષત્રમાં હોય છે. ગુરુ અને પુષ્ય બંને સંપત્તિ, સમૃદ્ધિ અને જ્ઞાનના પ્રતીક છે. તેથી આ બંનેના સંયોજનથી બનેલો યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ યોગ દરમિયાન જે પણ કાર્ય કરવામાં આવે છે તેમાં સફળતા મળવાની 99.9 ટકા સંભાવના છે.

Reporter: admin

Related Post