મુંબઈ: ગઈ કાલે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનને ધ્યાનમાં રાખીને શેર માર્કેટમાં ટ્રેડીંગ બંધ રહ્યું હતું. આજે બાજાર ખુલતા જ ઘટાડો નોંધાયો હતો.
સવારે 9.20 વાગ્યાની આસપાસ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 416.66 પોઈન્ટના જંગી ઘટાડા સાથે 77,161.72ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSEનો ઇન્ડેક્સ NIFTY 153.55 પોઈન્ટના ઘટાડા સાથે 23364.95 પોઈન્ટ્સ પર ટ્રેડ થઇ રહ્યો હતો.ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની ઓફિસનું કહેવું છે કે અદાણીએ સૌર ઊર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને $250 મિલિયન (લગભગ 2110 કરોડ રૂપિયા)ની લાંચ આપવાનું વચન આપ્યું હતું.
આ સમાચાર બાદ અદાણી ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.NSEમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, હિન્દાલ્કો, ભારતી એરટેલ, એચડીએફસી બેંકના શેરોમાં વધારો નોંધાયો, જ્યારે એસબીઆઈ, એનટીપીસી, ડો રેડ્ડીઝ લેબ્સ, બ્રિટાનિયા અને ઓએનજીસીના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.Nvidia (NVDA.O) એ રોકાણકારોને નિરાશ કર્યા બાદ ગુરુવારે એશિયન ઇક્વિટીમાં ઘટાડો થયો હતો, જ્યારે ડૉલર મજબૂત થયો હતો. અગામી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સૂચિત નીતિઓને ધ્યાનમાં રાખીને બિટકોઈન રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચ્યો હતો.
Reporter: admin