દિલ્હી : અમેરિકામાં બિઝનેસમેન ગૌતમ અદાણી પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો મામલે રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
તેમણે કહ્યું- અદાણીજી 2 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે અને બહાર ફરે છે, કારણ કે પીએમ મોદી તેમને બચાવી રહ્યા છે. ગૌતમ અદાણીએ અમેરિકામાં ગુના આચર્યા છે, પરંતુ ભારતમાં તેમની સામે કંઈ કરવામાં આવી રહ્યું નથી. અદાણી સાથે તેમના સંરક્ષક સેબીના ચેરપર્સન માધબી બુચ સામે કેસ થવો જોઈએ.અમેરિકામાં ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજોની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આજે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજીએ સૂત્ર આપ્યું હતું- એક હૈ તો સેફ હૈ. જો ભારતમાં અદાણીજી અને મોદીજી એક હૈ તો સેફ હૈ. ભારતમાં કોઈ અદાણીજીને કંઈ કરી શકે તેમ નથી. એક મુખ્યમંત્રી 10-15 કરોડ રૂપિયાના આરોપમાં જેલમાં ધકેલાય છે પરંતુ અદાણીજી 2 હજાર રૂપિયાનું કૌભાંડ કરે છે. કારણ એ છે કે પીએમ તેમની સુરક્ષા કરે છે. પીએમ મોદી અદાણીને બચાવી રહ્યા છે અને તેઓ પોતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે.
Reporter: admin